Pages

Search This Website

Sunday, May 15, 2022

મેરેજ સર્ટિફિકેટ કઢાવવાની રીત || લગ્ન નોંધણી કરાવવાની એક્દમ સરળ રીત

 લગ્ન નોંધણી કરાવવાની એક્દમ સરળ રીત

ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે આથી જ આપણા કાયદામા લગ્ન રજીસ્ટ્રેશનની બાબત સમાવિષ્ટ કરવામાં આવી  છે. કોઇ પણ દંપતિ માટે લગ્ન રજીસ્ટ્રેશન એ અનિવાર્ય બાબત છે. ભણેલા હોય કે અભણ તેમને તેમની આ જવાબદારી નિભાવવી આવશ્યક છે.

આજની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજયમાં લગ્નોની ફરજિયાત નોંધણીની જોગવાઇઓનાં અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા એક યોગ્ય કાયદાની જરૂરિયાત જણાતા ગુજરાત રાજ્ય લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬નો કાયદો ઘડવામાં આવ્યો છે. આજના યુવાધન માટે લગ્ન નોંધણી જરૂરી છે. લગ્ન નોંધણી ધ્વારા નવદંપતિનું ભાવિ સુરક્ષિત રહે છે. લગ્ન નોંધણી એ બહુ જ સરળ પ્રકિયા છે.


મેરેજ સર્ટિફિકેટ કઢાવવાની રીત:

લગ્ન નોંધણી કરાવવા જવા માટે જરૂરી દસ્તાવેજો અને સૂચનો નીચે મુજબ છે.

  • ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧ (ઓનલાઇન ફોર્મ ઉપલબ્ધ છે.)
  • વર કન્યાના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્ની ખરી નકલ
  • વર કન્યાના ચૂંટ્ણીકાર્ડ તથા રેશનકાર્ડની ખરી નકલ
  • વર તથા કન્યાના બંનેનાં બે બે પાસપોર્ટ સાઇઝ્ના ફોટોગ્રાફ તથા લગ્નનો કપલ ફોટો
  • ગોર મહારાજનો દાખલો, કંકોત્રી ઓરીજનલ તથા ઝેરોક્ષ નકલ
  • ગોર મહારાજ તેમજ બંને પક્ષના સાક્ષીઓનાં ચૂંટ્ણી કાર્ડ તથા રેશનકાર્ડની ખરી નકલ
  • તમામ પુરાવો બે બે નક્લોમાં રાખવા. તેમજ પુરાવામાં વર કન્યાએ સહિ કરવી.
  • તમામ અસલપત્રો દેખાડવા માટે સાથે રાખવા.
  • લગ્ન અરજી ફોર્મ કાળી બોલપેનથી ભરવુ તથા ક્લાકશ્રી પાસે ચેક કરાવી ઇન્વર્ડ ભરાવવું.
  • લગ્ન નોંધણી સમયે વર કન્યા બંનેએ હાજર રહેવું.

 

લગ્ન નોંધણી અંગેની ફી નીચે પ્રમાણે હોય છે.

૧. લગ્નની તારીખથી એક મહિનામા નોંધણી કરાવવામાં આવે તો ફી રૂ. ૫/-

૨. લગ્નની તારીખથી ત્રણ મહિનાની અંદર નોંધણી કરાવવામાં આવે તો ફી રૂ. ૧૫/-

૩. લગ્નની તારીખથી ત્રણ મહિનાથી ઉપરના સમયમાં નોંધણી કરાવવામાં આવે તો ફી રૂ.      ૨૫/-

  • ફોર્મ ઉપર ૧૦૦ + ૧૦૦રૂ/- ની બે એગ્રિમેન્ટ સ્ટેમ્પ તેમજ રૂ. ૩ ની કોર્ટ સ્ટેમ્પ લગાવવાની રહેશે.
  • લગ્ન નોંધણી માટેના ફોર્મ લગ્ન રજિસ્ટ્રાર પાસેથી વિનામુલ્યે મળી રહેસે.

    લગ્ન નોંધણી માટેના રજીસ્ટ્રાર

  • ગ્રામ પંચાયત માટે તલાટી કમ મંત્રી
  • નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી
  • મહાનગરપાલિકા તબીબી અધિકારી (આરોગ્ય)
  • નોટીફાઇડ એરિયા ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર

   લગ્ન નોંધણી કરાવવાની રીત :

લગ્નની નોંધણી કરવા માટે લગ્નનાં પક્ષકારોને નિર્દિષ્ટ કરેલા નમુનામાં નોંધણીની યાદી તૈયાર કરવાની રહેશે.અને લગ્નની તારીખથી ૩૦ દિવસની અંદર જે સ્થળે લગ્ન કરવામાં આવ્યા હોય તે વિસ્તારના રજીસ્ટ્રારને નોંધણીની યાદી બે નકલમાં આપવાની હોય છે. લગ્ન નોંધણી માટે ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧ ભરવું, ફોર્મ માં બે સાક્ષીઓની સહી કરાવવી પડ્શે. ત્યારબાદ રજીસ્ટ્રાર ફોર્મ અને આપેલા તમામ પુરાવા ચેક કરશે. અને યોગ્ય જણાશે તો મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપશે. ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકો.

લગ્ન નોંધણીના ફાયદા:

લગ્ન નોંધણી કેટલાક સંજોગોમાં અનિવાર્ય હોય છે. કોઇ ડોક્યુમેંટ બનાવવા માટે જેમકે ચૂંટ્ણી કાર્ડ , લાઇસન્સ , આધારકાર્ડ, પાનકાર્ડ વગેરે માટે મેરેજ સર્ટિફિકેટ અનિવાર્ય છે. સૌથી મહત્વની વાત તો લગ્નનો આધારનો એકમાત્ર પુરાવો એ પણ મેરેજ સર્ટિફિકેટ જ છે.આ ઉપરાંત રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે, પાસપોર્ટ બનાવવા માટે, વીમો ઉતરાવવા માટે, સરકારી યોજનાઓનો લાભ લેવા માટે, નોકરીમાં પેંશનનો લાભ લેવા માટે તેમજ વિવિધ કચેરીઓમાં પણ આ સર્ટિફિકેટ અનિવાર્ય છે.

No comments:

Post a Comment